Gujarati Sahity |Narsinh Mehta | Mahatma Gandhi - EDU4K

Gujarati Sahity |Narsinh Mehta | Mahatma Gandhi

Gujarati Sahity |Narsinh Mehta | Mahatma Gandhi

Gujarati Sahity |Narsinh Mehta | Mahatma Gandhi
નરસિંહ મહેતા

(સમય : આશરે 15મું શતક)

ભાવનગર પાસેના તળાજામાં તેમનો જન્મ થયો હતો.

તેમનું બાળપણ જૂનાગઢમાં વીત્યું.

તેમને ગુજરાતી ભાષાના આદિકવિ'નું બિરુદ મળેલ છે.

હિંડોળાનાં પદ', ‘વસંતનાં પદ', “કૃષ્ણલીલા’, ‘ભક્તિબોધવગેરેનાં પદોમાં તેમની કવિતા મળે છે.

ઝૂલણા છંદમાં નરસિંહનાં પ્રભાતિયાં આજે પણ લોકકંઠે ગવાય છે.

હાર, હૂંડી, મોસાળું, વિવાહ અને શ્રાદ્ધ એમનાં આત્મવૃત્તાંતનાં પદો છે.

નરસિંહ મહેતાનાં પદોમાં અધ્યાત્મની ઊંચાઈ જોવા મળે છે. સાંજ સમે શામળિયોકૃષ્ણના મધુર રૂપવર્ણનનું ગીત કાવ્ય છે.

 

 

ગાંધીજી

(જન્મ : 2-10-1869, અવસાન : 30-1-1948)

બાપુ’, ‘રાષ્ટ્રપિતા’, ‘મહાત્મા’. મોહનદાસ કરમચંદ ગાંધી.

ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો.

તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદર રાજયના દિવાન હતા.

માતાનું નામ પૂતળીબાઈ હતું.

પોરબંદર, રાજકોટ અને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો.

દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓના હકો માટે અને ભારતમાં આઝાદીનું નેતૃત્વ તેમણે કર્યું હતું.

તેમની આત્મકથા સત્યના પ્રયોગોના અનેક ભાષામાં અનુવાદો થયા છે.

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’, ‘આરોગ્યની ચાવી', “અનાસક્તિ યોગ’, ‘હિંદ સ્વરાજ', ‘સર્વોદય’, ‘મંગળપ્રભાતતેમનાં નોંધપાત્ર પુસ્તકો છે.

 ગાંધીજીનો અક્ષરદેહ' ગ્રંથશ્રેણીમાં તેમનાં લખાણો સંગ્રહાયાં છે.

ગાંધીજીની આત્મકથા, ‘સત્યના પ્રયોગોમાંથી લેવાયેલો આ પ્રસંગે ગાંધીજીની નિર્ભિકતા, પ્રાયશ્ચિત્ત કરવાની પ્રામાણિકતાની દ્યોતક છે.

પોતાના માંસાહારી ભાઈને દેવું થયું હોવાથી એમના કડામાંથી સોનું ચોરવાની વાત આલેખી

છે.

આ ચોરી કર્યા બાદ ગાંધીજીને પશ્ચાત્તાપ થાય છે.

તેઓ પિતાજી આગળ ચિઠ્ઠી લખીને એની નિખાલસ કબૂલાત કરે છે.

ક્રોધી સ્વભાવના પિતા સજા કરવાને બદલે અશ્રુ સારે છે.

Join Telegram Channel : 

No comments:

BMC - Bhavnagar Municipal Corporation Requitment 2024-25

BMC - Bhavnagar Municipal Corporation Requitment 2024-25    has published an Advertisement for the below-mentioned Posts 2024. All Intereste...

Powered by Blogger.