પ્રેમાનંદ
(સમય : ઈ.સ.ની સત્તરમી સદી)
કવિ-શિરોમણિ'નું માન પામેલા પ્રેમાનંદ વડોદરાના વતની હતા.
ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ છે.
આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની
માણ રણકાવીને, એના તાલ સાથે સુરીલા કંઠે, અભિનય દ્વારા પ્રેમાનંદ લોકસમુદાયને
રસતરબોળ કરતા હતા.
તેઓ પૌરાણિક ગ્રંથોમાંથી કથાનકો લઈને,
રસસ્થાનોને ખીલવીને,
ગુજરાતી વાતાવરણમાં મૂકીને લોકોને રસપાન કરાવતા
હતા.
‘ઓખાહરણ’, ‘ચંદ્રહાસ આખ્યાન', “અભિમન્યુ આખ્યાન',
‘સુદામાચરિત્ર', 'કુંવરબાઈનું મામેરું', ‘નળાખ્યાન’,
‘રણયજ્ઞ’, ‘દશમસ્કંધ' વગેરે આખ્યાનો દ્વારા તેમણે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે.
તેઓ આખ્યાનમાં વિવિધ રસની ગૂંથણી કરી
શકતા.
જ્ઞાન અને બોધ આપતાં તેમનાં આખ્યાનો ખૂબ લોકપ્રિય રહ્યાં છે.
મહાકવિ પ્રેમાનંદના ‘સુદામાચરિત્ર' આખ્યાનમાંથી લેવામાં આવેલા આ કડવામાં
કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ સંવાદશૈલીમાં રજૂ થયો છે.
સાંદીપનિ ઋષિના આશ્રમમાં સાથે ભણેલા
કૃષ્ણ અને સુદામા વર્ષો પછી મળે છે ત્યારે કૃષ્ણ દ્વારિકાના રાજા છે અને સુદામા
એક ગરીબ બ્રાહ્મણ.
આમ છતાં બંનેની અતૂટ મૈત્રી અને
પરસ્પરનો પ્રેમભાવ ઉત્કટ
રીતે આ કડવામાં રજૂ થયો છે.
બાળપણમાં મૈત્રી તો ઘણાં સાથે થાય પણ
છેવટ સુધી નિભાવી રાખવાવાળા વીરલાઓ જ હોય છે.
અહીં પરસ્પર સંવાદ દ્વારા બંને મિત્રો
પોતે વેઠેલાં સંકટો, પોતે કરેલાં કાર્યોનાં સંભારણાં વાગોળે
છે.
એમ એક અતૂટ-મધુર
મૈત્રીનું દૃષ્ટાંત આ કડવામાં મળે છે.
મનુભાઈ પંચોળી ‘દર્શક’
(જન્મ : 2-11-1914, અવસાન 29-8-2001)
મનુભાઈ રાજારામ પંચોળી, ‘દર્શક’નો જન્મ રાજકોટ જિલ્લાના વાંકાનેર
તાલુકાના પંચાશિયા ગામે થયો હતો.
સ્વાતંત્ર્ય સૈનિક હતા.
તેમણે ગ્રામદક્ષિણામૂર્તિ, લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં ઉચ્ચ સ્થાને રહી રાષ્ટ્રીય કેળવણી
ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી.
કેળવણીના નવા પ્રયોગો
કર્યા.
ગાંધીવિચાર, ધર્મ, શિક્ષણ, ઇતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિ વિશે ઊંડાણપૂર્વક
લેખન કર્યું છે.
‘બંધનઅને મુક્તિ’, ‘દીપ નિર્વાણ’, ‘સોક્રેટિસ’ અને ‘કુરુક્ષેત્ર' વગેરે તેમની સુપ્રસિદ્ધ નવલકથાઓ છે.
‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ ભાગ-1-2-3 ગાંધીયુગની સમર્થ નવલકથાઓમાંની એક છે.
‘પરિત્રાણ’, ‘અંતિમ અધ્યાય’, ‘ગૃહારશ્ય’ વગેરે તેમનાં
ઉત્તમ નાટકો છે.
તેઓ ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’, ‘પદ્મભૂષણ’,
‘સાહિત્ય અકાદમી ઍવોર્ડ, દિલ્હી’ તથા જ્ઞાનપીઠના મૂર્તિદેવી
પુરસ્કારથી સન્માનિત થયા હતા.
‘ગોપાળબાપા” અંશ મનુભાઈ પંચોળી ‘દર્શક’ની બૃહન્નવલ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ના પ્રથમ ભાગમાંથી લેવામાં આવ્યો છે.
No comments: